સિદ્ધિને સિદ્ધ કરવા માટે આઠ દિવસનું મહાપર્વ છે પર્યુષણ
આત્મીયતાની અનુભૂતિ
લેખકઃ તપાગચ્છીય પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા પૂ. ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભદેવસૂરીશ્વરજી મ. (ડહેલાવાલા)
પર્વાધિરાજનો આ સંગ, લાવ્યો મજાનો રંગ
ક્ષમાનો વરસ્યો મેહુલીયો…
ભગવાન મહાવીરે કરુણા વરસાવી ને જગત માત્રના જીવોને સુખ - શાંતિનો સત્ય સનાતન માર્ગ બતાવો છે. અનેક પ્રકારની ઉપાધિઓમાં ત્રસ્ત અને વ્યસ્ત માનવી જીવન જીવવાના માર્ગના વળાંક લઈ એના મૂળ સ્વભાગવત વિચારોમાં આચારને ગોઠવી સરળતાથી પ્રસન્નતાનો અનુભવ કેવી રીતે કરી શકે એ માટે તપ - ત્યાગ સંબંધી અનેક માર્ગો વચ્ચે સરળતાનો વાસ થાય તો સિદ્ધિ પ્રગટે છે.
સિદ્ધિને સિદ્ધ કરવા માટે આઠ દિવસનું મહાપર્વ દર્શાવાયું છે જેને પર્યુષણા પર્વ તરીકે સંબોધીએ છીએ. આઠ કર્મનો ક્ષય કરાવવાની તાકાત ધરાવતાા આ પર્વના આગમન પૂર્વે ચાતુર્માસના પ્રારંભથી તેની ભૂમિકાનું સર્જન થાય છે. ભાવિકોનો થનગનાટ વધી જાય છે અને પર્વને તપ - જપથી વધાવવાનો પ્રારંભ કરે છે. મહાપર્વની ઉમંગભેર આરાધના કરતાં સાત દિવસના સરવૈયા રૂપે આઠમા દિવસે ફળ મેળવવાનો પ્રયત્ન કરે છે.
આ મહાપર્વને ક્ષમાનું પર્વ પણ કહેવામાં આવે છે. હું અને તું મટીને આપણે બનવાની પ્રેરણા કરે છે. સુના દિલમાં અજવાળા પાથરવાનું કામ કરે છે.
ક્ષમાનું સંવેદન મનમાંથી ઘૃણા, તિરસ્કાર, ઈર્ષ્યા - દ્વેષ રૂપી શત્રુને દૂર કરી વાત્સલ્યનું વાતાવરણ ઉભું કરે છે.
આવા સમયે પરસ્પર એકબીજામાં એવો ભાવ પ્રગટે છે. થોડું તમે જતું કરો થોડું હું જતું કરું. થોડું તમે નમો, થોડું હું નમું. આપણે સંભાળી લઈએ આનંદની ઘડી. મહાપર્વે આપણને એક સંદેશો આપ્યો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ જિંદગીના ગણિતને સમજવા માટે જ ક્ષમા છે.
વિગ્રહથી સંસપ્ત જગતમાં એક માત્ર ઉપાય ક્ષમા છે. એકીબાજને સહીને - ભાઈચારો લાવો તો ચારે તરફ શાંતિનું વાતાવરણ સર્જાઈ જાય. બીજી રીતે જોઈએ તો આઠ દિવસના નિચોડમાં વ્યક્તિ વ્યક્તિના સુખ શાંતિ માટે જ વાત કરી છે.
ક્ષમાના ભાવથી ઊભી થયેલી (1) મનમાં પ્રસન્નતા (2) જીવનમાં શાંતિ (3) શરીરમાં આરોગ્ય (4) પરિવારમાં સંપ. આ શક્તિ ક્ષમા પર્વમાં છે.
દુનિયામાં અણુબોમ્બ જેમ વિનાશ વેરે છે તેની સામે ક્ષમાના બે અક્ષરની તાકાત વિકાસ કરે છે. ક્ષમાનો બીજા અર્થોમાં પણ મહત્તા બતાવી છે. જે પાંચ પ્રકારે છે.
(1) ઉપકારી શાંતિઃ ઉપકારીના વિરોધમાં રાખવી. કારણ જો ઉપકારી પ્રત્યે ક્રોધ કરો તો ઉપકારનો સંબંધ નાશ પામે.
(2) અપકારી શાંતિઃ અપકારી ઉપર પણ ક્ષમા રાખવી જો સામેની વ્યક્તિ માટે જેમ તેમ બોલીશ તો મારી ઉપર અપકાર કરશે એ વિચારે ક્ષમા રાખવી.
(3) વિપાક શાંતિઃ બોલવાથી કરુતા પેદા થશે એ વિચારે ક્ષમા ધારણ કરવી.
(4) વચન શાંતિઃ ક્રોધ ન કરવો જોઈએ એવા વચનનું આલંબન લઈને ક્ષમા રાખવી.
(5) ધર્મ શાંતિઃ ઉપકાર કરશે એ અપકાર કરશે એવા કોઈ પણ વિચાર વિના આત્માનો ગુણ ક્ષમાનો છે એવું જાણી ક્ષમા રાખવી.
અંતમાં બે અક્ષરથી બનેલા ક્ષમા નામના શબ્દને આત્મસાત કરી લેવામાં આવે તો જીવન ધન્ય બની જાય.
સમગ્ર જિનાગમના સાર સ્વરૂપે એક શ્લોકમાં અતિ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે, અહિંસા ધ્યાન યોગશ્ચ, રાગાદિનામ વિનિગ્રહ. સાધર્મિકાનુરાગશ્ચ, સારમેડવ તત જિનાગમ. એટલે કે અહિંસા, યોગમાં ધ્યાન, રાગદ્વેષનો નાશ અને સાધર્મિક પ્રત્યે અનુરાગ એ જિનાગમનો સાર છે.
રાગ - દ્વેષના નાશ કરવા માટે ક્ષમાપના એ ઉત્તમ કર્તવ્ય છે. દોષોમાં મોટો દુશ્મન છે ક્રોધ. જે માણસને એક સેકન્ડમાં શીખર પરથી ખીણમાં ધકેલી દે છે. એક જ વખતના ક્રોધથી એક કરોડ પૂર્વવર્ષના (1 કરોડ x 70,560 અબજ) સંયમની સાધનાનું પુણ્ય બળીને ખલાસ થઈ જાય છે. હસવા કરતાં ગુસ્સો કરવામાં નસોને વધારે કામ કરવું પડે છે. કેમ કે તે વખતે શરીરની નસો તંગ થાય છે શરીરમાં ઝેરને પ્રત્યુત્પન્ન કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ક્રોધાવેશમાં માણસની ચેતના શક્તિ કુંઠિત થઈ જાય છે.
ચિલાતી પુત્ર પલ્લીનો સરદાર હતો. એક શેઠને ત્યાં ધાડ પાડે છે. બધા પાછળ દોડે છે એટલે જર - ઝવેરાત મૂકીને શેઠની પત્નીને ઘોડા ઉપર બેસાડી ભગાડી જાય છે. શેઠ ચિલાતી પુત્રની પાછળ દોડે છે. એકદમ નજીક આવી જાય છે ત્યારે ચિલાતી પુત્ર ગુસ્સામાં વિચારે છે કે જે દૂધ પીવાય નહીં એ ઢોળી દેવું અને શેઠની સ્ત્રીનું માથું ધડથી અલગ કરી નાંખે છે. ક્રોધથી ધમધમતો ચિલાતી પુત્ર એક હાથમાં લોહી નીગળતી તલવાર અને બીજા હાથમાં ચોટલેથી પકડેલું સ્ત્રીનું કપાયેલું માથું લઈ જંગલમાં ભાગે છે. રસ્તામાં એક મહાત્મા કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા છે. તેમને કહે છે કે મુનિરાજ જલ્દી બોલો ધર્મ શું છે. નહીં તો આ તલવાર ફરીથી વધારે લાલ બનશે અને મુનિરાજ માત્ર 3 શબ્દો બોલ્યાઃ ઉપશમ, વિવેક અને સંવર.
ઉપશમ એટલે તું શાંત થા. ક્રોધનું પ્રતિક તલવાર ફેંકી દે. તું વિવેક રાખ અને વિવેક બુદ્ધિમાં આવ એટલે કે હાથમાં રહેલું કન્યાનું ડોકું ફેંકી દે અને સંવર એટલે કે તું (આશ્રવમાં) પાપમાં રમી રહ્યો છે, ત્યાંથી પાછો ફર.
સમ્યક્તવના પાંચ લિંગમાં પહેલું લિંગ સમ છે. ઉપશમભાવ એ સમ્યગ દ્રષ્ટિ આત્માનો વૈભવ હોય. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ કહ્યું છે જે ઉપશમ છે તેની જ આરાધના છે. નથી ખમાવતા તેની કોઈ આરાધના નથી.
આપણી આત્મજાગરિકામાં આપણે રોજ વિચારવાનું હોય છે હું કોણ? (હું આત્મા છું), મારું શું? (દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય) અને મારી મૂડી કંઈ? (ક્ષમા અને નમ્રતા).
નાક બે છે, કામ સુંધવાનું એક છે. આંખ બે છે પણ કામ જોવાનું એક છે. કાન બે છે પણ કામ સાંભળવાનું એક જ છે. જ્યારે જીભ એક છે અને કામ બે છે. સાંભળવાનું અને ખાવાનું. આ બન્ને માટે એક સરસ મજાની વાત કહેવાઈ છે કે આપણું ખાવાનું અને બોલવાનું કેવું હોવું જોઈએ?
હિત એટલે હિતકારી (પચે એવું), મિત - એટલે મિતકારી. ઓછું ખાવું અને ઓછું બોલવું જોઈએ.
પ્રિય એટલે પ્રિયકારી એટલે ગમી જાય તેવું. સ્નિગ્ધ એટલે સ્નેહ પેદા કરે તેવું અને મિષ્ટ એટલે મીઠું ભોજન - વચન.
હિત એટલે હિતકારી. ઘણાં લોકો ગમે તેવું બોલવા પંકાયેલા હોય છે અને કેટલાક એવા હોય છે કે ગમે તે વાતમાં ઝઘડો કરવા ટાંપીને તૈયાર જ બેટાં હોય છે. એક માણસ એક વકીલ પાસે ગયો અને કહ્યું, મારે મારા પાડોશી ઉપર ફોજદારી કેસ કરવો છે. એણે મને છ મહિના પહેલાં હિપોપોટેમસ કહ્યો હતો. વકીલે તરત પૂછ્યું, છ મહિના પહેલાં કહ્યું હતું તો કેસ ત્યારે કરવો જોઈએ ને? આજે આ કેસ કરવા કેમ આવ્યો? અસીલે જવાબ આપ્યો કે પણ હિપોપોટેમસને મેં આજે જ જોયો.
એક શિક્ષક બાળકોને સોટીઓથી મારે. લાગ આવે ભીંત સાથે માથા પછાડે. એક વાર આ શિક્ષક નદીમાં પડી ગયા. એક છોકરાએ હિંમત કરી શિક્ષકને બહાર કાઢ્યા. શિક્ષકે ખુશ થઈ કહ્યું કે તું માંગ માંગ, માંગે તે આપી દઉં. છોકરાએ ડરતાં ડરતાં કહ્યું, કે કોઈને કહેશો નહીં કે મેં તમને આ નદીમાંથી ડૂબતા બચાવ્યા છે.
યુગાન્ડાના ઈદિ અમીને કાળો કેર વર્તાવ્યો, તેનું એકવાર અપહરણ કરવામાં આવ્યું અને રાજ્ય પર વિચિત્ર સંદેશો મોકલવામાં આવ્યો કે આટલા રૂપિયા મોકલો નહીં તો ઈદિ અમીનને છોડી મૂકીશું. લોકોએ ભેગા થઈ એટલા રૂપિયા મોકલી આપ્યા.
મિત એટલે મીતકારી. ઓછું બોલવું. જૈન સાધુઓ સામાન્ય રીતે ભવિષ્યવાણી કરતાં નતી. એક જ્ઞાની સાધુ એક સ્ત્રીને ત્યાં ભિક્ષા માટે ગયા. ભોળા ભાવે સ્ત્રીએ પૂછ્યું, મારા પતિ બહારગામથી ક્યારે આવશે? જ્ઞાની સાધુને પોતાનું જ્ઞાન બતાવવાનો અહં જાગ્યો અને કહ્યું આજે સાંજે જ આવશે. પત્ની તો સોળ શણગાર સજીને તૈયાર થઈને બેઠી. પતિદેવ ઘરે આવ્યા તો એને શંકા થઈ કે પત્નીને તો ખબર નથી કે હું આવવાનો છું તો તેણે શણગાર કોના માટે સજ્યા હશે? પત્નીએ મહારાજનું નામ આપ્યું અને ભવિષ્યકથનની વાત કરી. પોતાની શંકાનું સમાધાન કરવા અને જ્ઞાની મહાત્માના જ્ઞાનની પરીક્ષા કરવા એક સગર્ભા ઘોડીને લઈ ઘોડીના પેટમાં શું છે તેમ મહારાજને પૂછ્યું? મહારાજે કહ્યું, આમાં જોડકું છે. ઘોડાના બે બચ્ચા છે. પતિદેવે તલવાર કાઢી ઘોડીનું પેટ ચીરી નાંખ્યું. અંદરથી બે જીવ નીકળ્યા અને તરફડીને ત્રણેય મોતને ભેટ્યાં. આ ત્રણ જીવોના મૃત્યુના સમાચાર સાંભળી પત્નીએ ઝેર ઘોળ્યું અને મહાત્માએ અનશન કર્યું. મહારાજ ઓછું બોલ્યા હતો તો પાંચ જીવ બચી જાત. દ્રોપદી માત્ર એટલું બોલી કે આંધળાના દીકરા આંધળા જ હોય અને આખું મહાભારત સર્જાઈ ગયું.
ત્રીજો ગુણ છે પ્રિય. પ્રિય બોલવું જોઈએ. મધુકર બોલવું જોઈએ. બહેનોએ ઘરમાં સ્વર્ગ ઉતારવું હોય તો એમણે બે ગુણો કેળવવાની ખૂબ જરૂર છે. સહન કરવું અને મૌન રહેવું. સહન કરે તે સાધુ અને મૌન રહે તે મુનિ. સામે પક્ષે પુરુષોએ પણ પત્નીને ઘરની લક્ષ્મી જ માનવી જોઈએ. તેનું યોગ્ય સન્માન કરવું જોએ. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, તત્ર રમ્યન્તે દેવતાઃ જ્યાં નારીની પૂજા થાય છે એ ઘરમાં દેવતાઓનો વાસ થાય છે. સ્ત્રીઓએ પણ પોતાના પતિને પરમેશ્વર માનીને આખા ઘરનો પ્રેમ રસોડા દ્વારા જીતી લેવો જોઈએ.
લોકોએ પોતાની બાષા ટેલિગ્રાફિક (ટૂંકી અને મધુર) બનાવવી જોઈએ. અસ્થાને અયોગ્ય વાણી ઘણાં અનર્થોને આવકારતી હોય છે.
એક રાજાને સવારમાં સ્વપ્ન આવ્યું કે એના બત્રીસે બત્રીસે દાંત તૂટી ગયા છે. તેમણે જ્યોતિષને બોલાવી પૂછ્યું, મારા આ સ્વપ્નનું ફળ કહો. જ્યોતિષીએ કહ્યું, રાજન તમારું મોત બહુ જલ્દી છે. રાજા ધુંવાપુંઆ થઈ ગયો કે તું મારા મોતની વાત કરે છે? ચડાવો આને ફાંસીના માંચડે. બીજા જ્યોતિષીને બોલાવવામાં આવ્યા એણે લીંબું (લેમન)ની ભાષામાં નહીં પણ લેમોનેડની (લીંબુના પાણીની) ભાષા વાપરી. રાજન. આપનું આયુષ્ય એટલું લાંબું છે કે આપના ઘરના કોઈ પણ સભ્યનું મોત જોવાનો આપને વારો નહીં આવે. રાજાએ આ જ્યોતિષીને માલામાલ કરી દીધો. વાત એકની એક પણ મધુરતા કેવી સુંદર?
શબ્દ સળગાવી દે અને શણગારી પણ દે. વાણીમાં આગ પણ છે અને બાગ પણ છે. પસંદગી આપણા હાથમાં છે. એ જ પ્રમાણે વાણી અને ભોજન સ્નિગ્ધ અને મીષ્ટ હોવાં જોઈએ.
ગાંધીજી ભારતથી ઈંગ્લેન્ડ જહાજમાં જઈ રહ્યા હતા ત્યારે એક વિરોધીએ પાંચ પાના ભરી મસાલેદાર વિરોધનો પત્ર લખ્યો. પછી થોડીવારે ધુંવાપુંવા થતો ગાંધીજી પાસે આવ્યો અને પૂછ્યું આખા પત્રમાં તમને કંઈ ઉપયોગી ન લાગ્યું? ગાંધીજીએ ડબ્બી ખોલી અને શાંતિથી એક ટાંચણી કાઢી અને બતાવી કે આ ઉપયોગી હતું તે રાખ્યું છે. બાકી બધું ફાડી નાંખ્યું છે. સુભાષચંદ્ર બોઝની સભામાં વિરોધીઓએ સબામાં એક જોડું ફેક્યું. હાજર જવાબી સુભાષે માઈકમાં જાહેરાત કરી આ જોડીનું બીજું ચપ્પલ નાંખો તો જોડી થઈ જાય.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें