આજની યુવા પેઢીને જીવદયા-કરુણાભાવથી સંસ્કારિત કરવાની જરૂર છે :- નમ્રમુનિ

પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ  મ. સા. પ્રેરિત અબોલ જીવો માટેની શાતાકારી ગૌશાળાનું ભૂમિપૂજન 

આપણી દરેક શાતા-અશાતાનું કારણ આપણે આપેલી શાતા - અશાતા જ હોય છે


મુંબઈ :-
આજની યુવા પેઢીને જીવદયા-કરુણાભાવથી સંસ્કારિત કરવાની જરૂર છે.રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અબોલ જીવો માટેની શાતાકારી ગૌશાળાના ભૂમિપૂજનનો અવસર મહારાષ્ટ્ર સ્થિત વાલકસ ગામમાં પરમધામ ખાતે યોજાયો હતો. 

શહેરના ઘોંઘાટભર્યા અને પ્રદૂષણયુક્ત વાતાવરણથી દૂર પરમધામની શાંત શાતાકારી પ્રદૂષણમુક્ત નૈસર્ગિક ભૂમિ પર સેંકડો ગાયો માટે શાતાકારી એવી આધુનિક ગૌશાળાના સર્જન માટેના ભૂમિપૂજનના અવસરે મિનિસ્ટર ઓફ પંચાયત રાજ કપિલ પાટિલજી, એમ.એલ.એ પરાગ શાહ, ચંદ્રકાંત શાહ આદિ રાજકીય મહાનુભાવોની સાથે સમસ્ત મહાજનના  ગીરીશભાઈ શાહ એવમ કરુણા ફાઉંડેશનના મિતલ ખેતાણી આદિ સામાજિક કાર્યકર્તાઑ સાથે સેંકડો ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલાં આ અવસરે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી. 

જીવદયાના આ શુભ અવસરે પરમ ગુરુદેવે સહુને પ્રેરિત કરતાં ફરમાવ્યું હતું કે, આપણા દ્વારા જો એક પણ જીવને શાતા મળે તો તે શાતા અનેક ભવોની શાતાનું કારણ બની જાય. એવી જ રીતે એક પણ જીવને આપેલી અશાતા આપણી અશાતાનું કારણ બની જાય. ભગવાન કદી શાતા કે અશાતા દેનારા ન હોય. આપણી શાતા-અશાતાનું કારણ આપણા દ્વારા આપવામાં આવેલી શાતા-અશાતા જ હોય છે. ગૌશાળાનું સર્જન માત્ર ગાયોના ભોજન માટે જ ન હોય પણ સમાજને, યુવાપેઢીને જીવદયા-કરુણાભાવથી સંસ્કારિત કરવા માટે પણ હોય.

 કપિલ પાટિલ એ આ અવસરની અનુમોદના કરતાં ગાયને એક માતા સ્વરૂપે ઓળખાવીને એને બચાવી લેવાની તાકીદ કરી હતી. ગીરીશ શાહે પોતાના વક્તવ્ય દ્વારા ગૌશાળા સર્જનની અનુમોદના કરી હતી. જ્યાં એક પણ ગાય બંધનમાં ન રહીને મુક્તપણે ચર્યા કરી શકશે એવી સર્જન પામનારી આ ગૌશાળાનો સમગ્ર લાભ પરાગ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે.


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

श्रमण संघीय साधु साध्वियों की चातुर्मास सूची वर्ष 2024

पर्युषण महापर्व के प्रथम पांच कर्तव्य।

तपोवन विद्यालय की हिमांशी दुग्गर प्रथम