અતિક્રમણ_બહુ_કર્યા. ચાલો.. હવે પ્રતિક્રમણ કરીએ..


પવૉધિરાજ
પર્યુષણ પવૅમાં પ્રતિક્રમણ કરી પાપોનું પ્રક્ષાલન કરી આત્માને શુદ્ધ અને નિમૅળ કરીએ...

પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ  વિરામ...

પર્વના દિવસો દરમ્યાન સાંજ પડતાં જ જૈનો 84 લાખ જીવોને વારંવાર ખમાવશે...

પ્રતિક્રમણરૂપી પાવન ગંગામા પસ્તાવારૂપી ડૂબકીઓ લગાવી આત્મ શુધ્ધિ કરશે...

ભૂજો...ભૂજો કરી પંચાગ નમાવી છકાય જીવોને ખમાવશે...

જૈન દશૅનમાં પશ્ચયાતાપ - પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના પાપને ધિકારવામા આવે છે. 

મનોજ ડેલીવાળા જણાવે છે કે જૈન દર્શનમાં અનેકાધિક દ્રષ્ટાંતો આવે છે છે કે જેઓએ પોતાના જીવનમાં ભયંકર પાપો કર્યા હતા,પરંતુ પાપથી પાછા હટી તેનું પ્રતિક્રમણ કરી પરમાત્મા પણ બની ગયાં છે.હિંદુ ધમૅમાં પણ વાલીયા લૂટારામાંથી વાલ્મીકી ઋષી બની ગયાનો દાખલો આવે છે.

જૈન ધર્મ દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિ મા માને છે.પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સવૅ જીવોને હ્રદયપૂવૅક ખમાવવાના...

ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની.આત્માની મિથ્યા માન્યતા, વૃતિ - પ્રવૃતિમા સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી.

પ્રતિક્રમણનો મહિમા બતાવતા ચિંતકો લખે છે કે ત્રાજવાના એક છાબડામાં  અનેક ધમૅ ગ્રંથો મૂકી દયો અને બીજામા માત્ર 📖પ્રતિક્રમણ સૂત્ર રાખશો તો પ્રતિક્રમણ સૂત્ર રાખેલુ પલ્લુ નમી જશે કારણકે *પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી,વેર - ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે.તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો.

જૈન દશૅન કહે છે પ્રમાદની પથારીમાં પોઢેલા પેલા શૈલક રાજેર્ષી પણ પ્રતિક્રમણના નિમિત્તથી જાગૃત થઈ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરે છે.

પ્રતિક્રમણ પણ પરમાત્મામય બની કરવામાં આવે તો જીવનું પરીભ્રમણ અટક્યા વગર રહે નહીં.

खामे मि सवे जीवा,

सवे जीवा वि खमंतु मे...

मित्ति मे सव भूएसु,

वेर मजं न केण इं । 

અથૉત્ જગતના સર્વ જીવોને હું ખમાવુ છું,મને ક્ષમા આપજો...વિશ્વના દરેક જીવો સાથે મારે મિત્રતા છે,કોઈની સાથે વેર ભાવ નથી.



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

श्रमण संघीय साधु साध्वियों की चातुर्मास सूची वर्ष 2024

तपोवन विद्यालय की हिमांशी दुग्गर प्रथम

पर्युषण महापर्व के प्रथम पांच कर्तव्य।