ગણિ રાજેન્દ્ર વિજયજી મ.સા.નું સન્માન

વેલંકની  હાઇ સ્કૂલનો વાર્ષિકોત્સવ સંપન્ન   
ભાયંદર- શહેરની  પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, ગુડ શેપર્ડ સ્કૂલ તેમજ અવર લેડી ઑફ  વેલંકની  હાઇસ્કૂલ અને જુનિયર કૉલેજનું વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું હુતું. વિદ્યાર્થીઓનો અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો.
ભાઈંદર (પશ્ચિમ) ના સુભાષચંદ્ર બોઝ મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં સુખી પરિવાર ફાઉન્ડેશનના સ્થાપક અને લાખો આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવનારા ગણિ  રાજેન્દ્રવિજયજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિશાલ જનમેદનીને સંબોધતા તેમને કહયુ કે આવનારો સમય ભણેલા લોકોનું છે.એમણે કહયું કે વિડદ્યાર્થીઓએ રમતગમતની સાથે સાથે અધ્યયનને પણ સમાન મહત્વ આપવું જોઇએ.કાર્યક્રમનું ઉદઘાટન  પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન સમાજસેવી રમેશ બમ્બોરી,સ્થાયી સમિતિના અધ્યક્ષ  રવિ વ્યાસ અને કોર્પોરેટર પવન પાંડે હતા. અતિથિ વિશેષ પ્રમોદ તિવારી હતા. આ પ્રસંગે તમામ વક્તાઓએ જીવનમાં શિક્ષણ અને શિક્ષણના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. સમારોહમાં શાળા અને યુથ સોશ્યિલ વેલફેર એસોસિએશન  (યુથ ફોરમ) તરફથી દેશ માટે શહીદ થયેલા મેજર કૌસ્તુભ રાણેના પિતા પ્રકાશ રાણેનું વિશેષ સમ્માન કરવામાં આવ્યું હતું . સામાજિક,ધાર્મિક, વ્યાવસાયિક તેમજ તબીબી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ  ગણિ રાજેન્દ્રવિજયજી અને ડો. પુરષોત્તમ પાટિલને મોહનરાજ બમ્બોરી પુરસ્કાર તેમજ એનઆરયુસીસીના સભ્ય નીતેશ લાલ (ભોપાલ), ઝેડઆરયુસીસીના સભ્ય મુકેશ સોલંકીને  સમાજ ગૌરવ અને ઉલ્લેખનીય પત્રકારત્વ માટે રાજેન્દ્ર કામ્બલેને પ્રતિભા સમ્માન એનાયત કરાયો હતો.
ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સંસ્થાના સંચાલક  નિર્મલા માખીજા, પિંકી સત્સંગી, વિવેક સત્સંગીએ કર્યું હતું. સંચાલન  ફોરમના પ્રમુખ દીપક આર.જૈન અને મારિયા ગોમ્સએ કર્યું હતું. કાર્યક્રમમાં વીણા જૈન, શકુંતલા બમ્બોરી , નૃત્યાંગના સ્વાતિ દુબે, યોગ શિક્ષિકા ગીતુ ઠાકુર, રાકેશ અગ્રવાલ, સુંદર કોનાર, ડો.જિતેન્દ્ર દિક્ષિત આદિ અનેક  મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

श्रमण संघीय साधु साध्वियों की चातुर्मास सूची वर्ष 2024

पर्युषण महापर्व के प्रथम पांच कर्तव्य।

तपोवन विद्यालय की हिमांशी दुग्गर प्रथम