ગણિ રાજેન્દ્ર વિજયજી મ.સા.નું સન્માન
વેલંકની હાઇ સ્કૂલનો વાર્ષિકોત્સવ સંપન્ન ભાયંદર- શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા, ગુડ શેપર્ડ સ્કૂલ તેમજ અવર લેડી ઑફ વેલંકની હાઇસ્કૂલ અને જુનિયર કૉલેજનું વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું હુતું. વિદ્યાર્થીઓનો અદભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો. ભાઈંદર (પશ્ચિમ) ના સુભાષચંદ્ર બોઝ મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં સુખી પરિવાર ફાઉન્ડેશનના સ્થાપક અને લાખો આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવનારા ગણિ રાજેન્દ્રવિજયજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિશાલ જનમેદનીને સંબોધતા તેમને કહયુ કે આવનારો સમય ભણેલા લોકોનું છે.એમણે કહયું કે વિડદ્યાર્થીઓએ રમતગમતની સાથે સાથે અધ્યયનને પણ સમાન મહત્વ આપવું જોઇએ.કાર્યક્રમનું ઉદઘાટન પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન સમાજસેવી રમેશ બમ્બોરી,સ્થાયી સમિતિના અધ્યક્ષ રવિ વ્યાસ અને કોર્પોરેટર પવન પાંડે હતા. અતિથિ વિશેષ પ્રમોદ તિવારી હતા. આ પ્રસંગે તમામ વક્તાઓએ જીવનમાં શિક્ષણ અને શિક્ષણના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો. સમારોહમાં શાળા અને યુથ સોશ્યિલ વેલફેર એસોસિએશન (યુથ ફોરમ) તરફથ