સમેતશિખર તીર્થમાં અદ્વિતીય જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા - સરોવર મધ્યે નયનરમ્ય અને ચક્ષુર્ગમ્ય જિનાલયની કલાકૃતિ અદ્ભુત અભૂતપૂર્વ ૧,૧૦,૬૦૦ સ્કવેર ફૂટમાં સંગેમરમરના શ્ વેત મકરાણા પાષાણથી બાંધકામ - વિશ્વમાં પ્રથમ નંબરે કહી શકાય તેવા આ વાયોલીન આકારના જિનાલયમાં તા. ૨૪-૧-થી ૪-૨ સુધી મહોત્સવ ઉજવાશે - જૈનાચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રોક્ત માર્ગદર્શન તળે સોમપુરાના શિલ્પના આધારે જિનાલયનું નિર્માણ ઝારખંડના સમેતશિખર તીર્થ ખાતે દેશના પ્રથમ કક્ષાના કહી શકાય તેવા વિશાળકાય જિનાલયનું ત્રણ વર્ષની સતત અને સખત મહેનતના અંતે નિર્માણ કરાયું છે. ૧,૧૦,૬૦૦ સ્કવેર ફૂટમાં સંગેમરમરના પત્થરમાં અદ્ભુત અને અભૂતપૂર્વ કલાકૃતિ સાથે જિનાલય સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહેશે. આ જિનાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૪ જાન્યુ.થી તા. ૪ ફેબ્રુ. સુધીમાં ધર્મસભર વાતાવરણ વચ્ચે સંપન્ન થશે જેમાં દેશ- દુનિયાના સંખ્યાબંધ ધર્મશ...